પુરુષાર્થ / મહેનત



1.  આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
2.  જેણે વધારે પરસેવો પાડ્યો છે એને ઓછું લોહી બાળવું પડશે.
3.  પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા, હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.
4.  અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા લોકોના ખોળામાં સફળતા જાતે  આવીને બેસી જાય છે.
5.  ધન  અથાક પરિશ્રમનું ફળ છે.
6.  પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.
7.  મહેનત  એવી સોનેરી ચાવી છે જે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખે છે.
8.  પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ  કરે છે.
9.  આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.
10.કંઈ  કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે કારણ કે કર્તવ્ય, કર્મ  કરનાર  સૌથી મોટો પાપી છે.
11.વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.
12.હું તો પ્રયત્નને  પરમ સાફલ્ય માનું છું.

No comments:

Post a Comment